Placeholder canvas

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી માટે રહેલી બિલ્ડિંગમાં દાતાઓને સહયોગ આપવા અપીલ.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોરબી જીલ્લાના દાખલ દર્દીને ટિફિન સેવા અને રીપોર્ટ માટે સહયોગ કરતા શિક્ષિત દંપતિ દ્વારા સંચાલિત સદભાવના ટ્રસ્ટ દ્વારા ખરીદેલી જમીનમાં સાત માળનું 90 રૂમ વાળુ ભવ્ય ભવન બનાવવા માટે દાતાઓને સહયોગની અપિલ…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી માટે 14 વર્ષથી નિરંતર સેવાના ભેખધારી કાંતિભાઈ કાસુન્દ્રા અને તેમના પત્ની ભાવનાબેન મોરબી જિલ્લા સહિતના કોઈપણ દાખલ દર્દીના હમદર્દ બની રીપોર્ટ, દાખલ થવુ, આર્થિક મદદ અને ખાસ કરીને ભાવતા ભોજનિયા ભરપેટ ઘરે બનાવી દૈનિક ટિફિન સેવા વિના મૂલ્યે આપે છે. ત્યારે મોરબી જિલ્લાના તમામ વર્ગના દર્દી આ સેવાનો લાભ મેળવતા હોય છે. આ ઉપરાંત હાલે 90 રૂમનુ સાત માળનું એક ભવ્ય બિલ્ડિંગ સિવિલ નજીક ઉભુ થઈ રહ્યુ છે જેની જમીન ખરીદી થઇ ગઇ છે જેમા પણ મોરબી સહિતના અન્ય વિસ્તારોમાંથી સિવિલમાં અભ્યાસ અર્થે આવતી દિકરીઓ માટે 20 રૂમ બનાવવાનું કાંતિલાલ નુ સ્વપ્ન છે કારણ કે આ દિકરી દિકરા ભવિષ્યમાં ડોક્ટર બની સેવાની ભાવના પ્રજ્વલિત થઈ શકે તો આવા ઉમદા કાર્ય માટે કાંતિલાલ કાસુન્દરા પરીવાર રાત દિવસ દર્દીના હમદર્દ બની સેવા આપી રહ્યા છે જે કાબિલે દાદ છે.

આ ઉપરાંત સગા સંબંધીને રોકાવું ફરજિયાત હોય છે અને ના છુટકે હજારો રૃપિયા ખર્ચીને હોટલોમાં રહેવાની ફરજ પડે છે જો આ બિલ્ડિંગ તૈયાર થઈ જાય તો દર્દીના સગા વહાલાની સમસ્યા પણ હલ થઈ જાય અને ભવ્ય બિલ્ડીંગ ખાતે જ રસોડું શરૂ કરી અન્ન યજ્ઞને વેગ મળશે આ માટે માતબર રકમની તાતી જરૂર છે ત્યારે દાતાઓ દ્વારા ખુલ્લા હાથે અનુદાન આપવા અપીલ કરવામાં આવી છે ટ્રસ્ટનું 80 જી મા રજીસ્ટ્રેશન થઈ ગયું છે જે રીટર્નમા બાદ મળે છે. કોઈ પણ પ્રકારની મદદ કે માહિતી માટે +91 93749 65764 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

આ સમાચારને શેર કરો