વાંકાનેરના પીઢ પત્રકાર મહંમદભાઇ રાઠોડનો આજે જન્મદિવસ
વાંકાનેર: વાંકાનેરના પીઢ પત્રકાર અને મુસ્લિમ સમાજના આગેવાન, રાજય સરકાર દ્વારા સંચાલીત ધાર્મિક સંસ્થા હઝરત શાહબાવા ટ્રસ્ટના ડીરેકટર મહંમદભાઈ રાઠોડનો આજે જન્મદિવસ છે.તા.૨૪-૧૧-૧૯૪૭ના વાંકાનેરમાં જન્મેલા મહંમદભાઇ આર.રાઠોડ આજે ૭૫ માં વર્ષમાં પ્રવેશ કરશે.
મહંમદભાઈ રાઠોડ ૧૯૮૦થી અખબાર જગત સાથે સંકળાયેલા છે, તેવો વાંકાનેરના પીઢ પત્રકાર અને ન્યુઝ પેપર એજન્ટ છે. આ ઉપરાંત મહંમદભાઈ રાઠોડે લક્ષ્મીપરા વિસ્તારના પ્રતિનિધિ તરીકે વાંકાનેર નગરપાલિકામાં એક દાયકાથી વધુ સમય માટે પ્રતિનિધિત્વ કરેલ છે.
આજે મહમદભાઇ રાઠોડને અખબારી આલમના મિત્રો, સગા સંબંધીઓ અને રાજકીય આગેવાનો તેમને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ તેમના મો.નં. ૯૨૨૮૫ ૬૨૪૨૬ પર પાઠવી રહયા છે. કપ્તાન ગ્રુપ તરફથી મહમદભાઇ રાઠોડને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…