Placeholder canvas

વાંકાનેર: નેશનલ હાઈવે પર ભયંકર અકસ્માત: એકનું મોત, એકને ગંભીર ઈજા…

વાંકાનેર આજે સાંજના 8:30 વાગ્યાની આસપાસ 27 નેશનલ હાઈવે પર, રેલવે બ્રિજ પાસે, લુહાર વાડી સામે એક ભયંકર અકસ્માત થયું હતું આ અકસ્માતમાં ટ્રકના ફોટામાં બે યુવાનો આવી ગયા હતા જેમાંથી એક યુવાનનું સ્થળ ઉપજ મોત થયું હતું અને એક યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી તેમને વધુ સારવાર માટે રાજકોટ રિપોર્ટ કરવામાં આવેલ છે.

વધુમાં મળેલી માહિતી મુજબ બને યુવાનો એકટીવા માં જઈ રહ્યા હતા અને અકસ્માત થતા ટ્રકના વહીલમાં આવી ગયા હતા જેમાં મૃતક યુવાનોનું નામ શાબિર છે અને તેઓ ગેલેક્સી સ્કૂલમાં વોચમેન તરીકે કામ કરતા અને મૂળ ખીજડીયા ગામના વતની માહંમદભાઈ અલાઉદીભાઈ ના દીકરા છે. જ્યારે બીજા ગંભીર ઇજાગ્રસ્ત થયેલ યુવકનું નામ અવેશ ઇદ્રિશભાઈ હોવાનું જાણવા મળ્યું છે તેઓને પગમાં ગંભીર રીતે ઇજા પહોંચી છે. ટ્રક ચાલક આ અકસ્માત થતા ટ્રક છોડીને ભાગી ગયો હતો.

આ સમાચારને શેર કરો