Placeholder canvas

સંભવિત વાવાઝોડાના પગલે બંદરો પર એલર્ટ

અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના દબાણના કારણે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. લક્ષદ્વીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડાની શરૂઆત દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા નજીક હોવાનું અનુમાન છે. ત્યારે 12, 13 અને 14 જૂનના સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સંભવિત વાવાઝોડું બિપોરજોયની આગાહીને પગલે બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ત્યારે નવલખી, વેરાવળ, માંગરોળ તેમજ કચ્છ સહિતનાં બંદરો પર સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.જુનાગઢનાં માંગરોળમાં દરિયા કિનારે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. ત્યારે માંગરોળનાં દરિયામાં ભારે કરંટ દેખાતા 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જો કે જાફરાબાદ બંદર પર 1 નંબર સિગ્નલ હટાવી બે નંબર સિગ્નલ લગાવવામાં આવ્યુ છે.ત્યારે તમામ માછીમારોને પોતાની બોટો-હોડીઓ દરિયા કિનારે લાવવા સૂચના આપવામાં આવી છે.

હાલ માંગરોળ પંથકનું વાતાવરણ વાદળછાયું છે.અરબી સમુદ્રમાં વાવાઝોડાને કારણે બંદરો પર સિગ્નલ લગાવાયા છે. જેમાં કચ્છનાં તમામ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન વિભાગની આગાહી બાદ કચ્છનાં પોર્ટ હરકતમાં આવ્યા છે. કંડલા, મુન્દ્રા અને જખૌ સહિતનાં પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

આ સમાચારને શેર કરો