Placeholder canvas

વાંકાનેર: હાઇવે પર,રસીકગઢ બોર્ડ પાસે એકટીવા અજાણ્યા વાહનના ઠાઠામાં ધુસી જતા યુવાનનું મોત

વાંકાનેર: હાઇવે પર, રસિકગઢ બોર્ડ પાસે ફુલસ્પીડમાં એક્ટીવા અજાણ્યા વાહનના ઠાઠા સાથે અથડાતા એક્ટિવા ચાલકનું મોત થયાની ઘટના સામે આવી છે. આ મુદે મૃતકના ભાઈએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

વાંકાનેરના જીનપરા જુના ચંદ્રપુર રોડ પર રહેતા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ નાનજીભાઈ જીંજવાડીયાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા.૦૩ના રોજ તેમના નાનાભાઈ ભરતભાઈ ઉર્ફે સચીન નાનજીભાઈ જીંજવાડીયા પોતાના મિત્ર મયુરધ્વજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા સાથે એક્ટીવા GJ-36-AA-6164 લઈને ડબલ સવારીમાં વાંકાનેર તરફથી ગારીયા તરફ જતા. એ વખતે ભરતભાઈ ફુલસ્પીડમાં એક્ટિવા ચલાવતા હતા. ત્યારે રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામા વાંકાનેર તરફથી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઇવે રોડ પર રસીકગઢ જવાના રસ્તા પાસે આવેલ ડીવાઈડર ખાંચા પાસે કોઈ અજાણ્યા વાહનની પાછળ ઠાઠા સાથે એક્ટીવા અથડાયું હતું. જેથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભરતભાઈને માથાના ભાગે, ડાબા હાથે,ખંભાના ભાગે તથા મોઢાના ભાગે હોઠ પર ગંભીર ઇજાઓ થઈ હતી. જ્યારે મયુરધ્વજસિંહ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતના સ્થળે સ્થાનિકો દ્વારા ભરતભાઈને વાંકાનેરની ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાથી ભરતભાઈના પરિજનોએ તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અને ત્યાં સારવાર નો ખર્ચ વધુ જણાતા રાજકોટથી અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે તા.૦૪/૦૭/૨૦૨૩ ના રોજ લઈ જઈ આઈ.સી.યુ. વોર્ડમા દાખલ કર્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન ભરતભાઈનું મોત નીપજયું હતું. જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો