Placeholder canvas

મિતાણા પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં ટ્રેકટર ચાલક ખેડૂતનું મોત.

કાર ચાલક નશામાં ધૂત હતો, દારૂની બોટલ પણ મળી…

ટંકારા: મિતાણા નજીક હિટ એન્ડ રન નશામાં ચુર કાર ચાલકે ટેકટર પાછળ ટક્કર મારતાં ખેતીનું કહેવાતું બળદ પલટી ખાઈ જતાં ટેકટર સવાર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા જ્યા મિતાણાના ખેડુતનુ મોત નીપજ્યું. હાતી હાકી ધરે આવતા હતા ત્યારે બન્યો બનાવ ચાલક પાસેથી દારૂ ભરેલ બોટલ પણ કબજે લિધી જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે ગાડીમાં સવાર યુવાન નશામાં ધૂત થઈને ગાડી ચલાવતો હતો.

આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના મિતાણા નેકનામ રોડ ઉપર ગત રાત્રે સાડા સાતેક વાગ્યાના સુમારે મિતાણાના ખેડુત દિલીપ નાનજીભાઈ ભાગિયા ઉવ 44 પોતાનુ ટેકટર નંબર જીજે3 – ઈએ- 4971 લઈ ધરે આવતા હતા ત્યારે નેકનામ તરફથી હોન્ડાઈ કાર નંબર જીજે36-એએફ-8805 મા સવાર ધંનજય શાંતિલાલ મકાસણા ઉવ 32 રહે સંગમબીજ કેનાલ રોડ મોરબી વાળા દારૂના નશામાં ધૂત થઈને કાર પુરઝડપે ચલાવી ટેકટરને ટક્કર મારી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટેકટર પલ્ટી ખાઈ જતા ચાલક દિલીપભાઈ ભાગિયા ગંભીર રીતે ઘાયલ હોય સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યા સારવાર કારગત નીવડે એ પહેલા મોત નીપજ્યું હતું.

બનાવ પગલે રાત્રે રોડ ઉપર મરણચીસ સંભળાય હોય ગામલોકો દોડી આવ્યા હતા અને તાલુકા પંચાયત ના પુર્વ કારોબારી અધ્યક્ષ અરવિંદ દુબરીયાએ પોલીસ મથકે જાણ કરતા ટંકારા થાણા અમલદાર એમ જે ધાંધલ ડી સ્ટાફના જમાદાર ચેતન કડવાતર વિપુલ બાલાસરા સહિતના ધટના સ્થળે દોડી નશામાં ધૂત કાર ચાલકને ઝડપી તેના વિરોધમાં એમ. વી. એક્ટ કલમ 185- પ્રોહીબિશન એકટ કલમ 66(1)બી 85(એ)(એ) સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આજે વધુ એક કલમ હેઠળ ઉમેરો થશે સાથે હિટ એન્ડ રન હેઠળ પણ નોધ કરવા લોકોની માંગણી ઉઠી છે.

આ સમાચારને શેર કરો