Placeholder canvas

વાંકાનેર: એલ.કે.સંઘવી સ્કૂલમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો.

રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી મોરબી દ્વારા સંચાલિત વાંકાનેર તાલુકા કક્ષા કલા મહાકુંભ 4 ડિસેમ્બર સોમવાર રોજ ના શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલય વિધાભારતી વાંકાનેર ખાતે યોજાયેલ જેમાં વાંકાનેર તાલુકાના 200 જેટલા વિદ્યાર્થીઓએ 6થી 14 વય જૂથ15 થી 21 વહી જૂથ 21 થી 59 વય જૂથ અને 60 પ્લસના વિવિધ 200 જેટલા સ્પર્ધકોએ એક પાત્રીય અભિનય નિબંધ , ચિત્ર ,વકૃત્વ , પાત્રીય , લગ્ન ગીત સુગમ , તબલા, હાર્મોનિયમ વાદન જેવી વિવિધ વ્યક્તિગત સ્પર્ધા તેમજ લોકનૃત્ય ગરબા, રાસ જેવી સામૂહિક સ્પર્ધામાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો.

જેમાં શ્રીમતી એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ ગરબા સ્પર્ધા માં પ્રથમ નંબર મેળવ્યો છે જે આગામી 17 તારીખે જિલ્લા કક્ષાએ રમવા માટે જશે આ ઉપરાંત લોકગીત નિબંધ વકૃત્વમાં બીજો નંબર મેળવેલ છે લગ્ન ગીત ચિત્રમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે. જેમાં રમત ગમત અધિકારી કચેરીના નાકીયા, બુધ્ધદેવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય દર્શનાબેન તથા શિક્ષકો દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં પટોડી સાહેબનો વિશેષ સાથ સહકાર મળ્યો હતો વાંકાનેર તાલુકાની મોટાભાગની શાળાઓએ ભાગ લીધો છે.

આ વખતે ૨૧ થી ૫૯ વયજૂથમાં તેમજ 60થી ઉપરના વયજૂથ વનિતા વૃંદ વાંકાનેર ના બહેનોએ પણ ભાગ લીધો હતો જેમાં રાસ સ્પર્ધામાં પ્રથમ નંબર છે જે જિલ્લામાં અને વકૃત્વમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે જે રાજ્ય કક્ષાએ રજૂઆત માટે જશે.

કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

https://chat.whatsapp.com/BsZbWVaH8zsEUWHfckFctR

આ સમાચારને શેર કરો