મકનસર પાસે ને.હાઇવે પર બે બાઈક વચ્ચેના અકસ્માતમાં એકનું મોત
મોરબી : મકનસર પાસે નેશનલ હાઇવે પર બે બાઈક સામેસામે અથડાતા એક બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું જયારે અન્ય એકને ઈજાઓ પહોંચી હતી. જો કે આ અકસ્માત સર્જી અજાણ્યો બાઈક ચાલક નાસી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.
આ અકસ્માતની મળેલ મહીતી મુજબ મોરબી – વાંકાનેર હાઇવે ઉપર મકનસર નજીક એક્સલ સિરામિક કારખાના પાસે બે બાઈક સામસામે અથડાતા મનહરભાઇ ઠાકરશીભાઇ સદાદીયાનું મૃત્યુ નીપજ્યું હતું જયારે કલ્પેશભાઇ લવજીભાઇ ભંખોડીયાને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો બાઈક ચાલક નાસી જતા કલ્પેશભાઇ લવજીભાઇ ભંખોડીયાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.