વાંકાનેર: ઢુંવા પાસે ટ્રકે ઠોકર મારતા બાઈક ચાલકનું મૃત્યુ 

વાંકાનેર: 27 નેશનલ હાઇવે ઉપર ઢુંવા પાસે ટ્રક નંબર જીજે-૩૬-ટી-૫૦૫૭ના ચાલકે આગળ જઈ રહેલા બાઇકને ઠોકર મારતા મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં વાંકાનેર ખાતે રહેતા અનુજ જમનાલાલ ભાટ નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે મૃતકના સગા લાડુલાલ દેવીલાલ ગાડરીની ફરિયાદને આધારે ટ્રક ચાલક વિરુદ્ધ આઇપીસી કલમ ૨૭૯,૩૦૪-અ તથા એમ.વી.એકટ ૧૩૪,૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો