લીંબડી-અમદાવાદ હાઈવે પર એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત.
બસની ડ્રાઈવર કેબીનના ફૂરચા નીકળી ગયા, 35 મુસાફરોનો આબાદ બચાવ
આલીંબડી-અમદાવાદ હાઇવે પર કાનપરા ગામના પાટિયા પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બસમાં સવાર અંદાજે 35થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે અકસ્માતમાં બસના ડ્રાઈવર અને કંડકટરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની મળેલ પ્રાથમિક માહિતી મુજબ એસટી બસ સુરતથી જૂનાગઢ જઈ રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેમાં લીંબડી-અમદાવાદ હાઇવે પર કાનપરા ગામના પાટિયા પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર અંદાજે 35થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે અકસ્માતમાં બસના ડ્રાઈવર અને કંડકટરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો.