Placeholder canvas

આઇસર અને કાર વચ્ચેના અકસ્માતમાં કારચાલકને સાથળમાં લોખંડની ઇંગલ ખૂંચી ગઈ…

જસદણ રાજકોટ બાયપાસ રોડ ઉપર ભયંકર અકસ્માત સર્જાયો ભારત પેટ્રોલિયમ પાસે ફોરવીલ કાર તેમજ ટાટા આઇસર સાથે ભયંકર અકસ્માત સર્જાયો હતો. કારચાલકને સાથળના ભાગમાં લોખંડની ઇંગલ ખૂંચી જતા કેડિપી હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો. જેમને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતાં.

અસ્માત થતાં 108ના પાયલોટ દેવાયતભાઈ રાઠોડ અને રાહુલભાઇ કુબાવત ઘટના સ્થળે 108 લઈ ને પહોંચ્યા હતા. ત્યારે કારના ડ્રાઇવરને બહાર કાઢવા માટે તણી દ્વારા સાથળના ભાગમાં ઘુસેલ ઈંગલ કાપવામાં આવેલ તેમજ કારનો દરવાજો કાપીને ડ્રાઇવરને બહાર કાઢીને હોસ્પિટલ પહોચાડવામાં આવ્યો હતો. કાર ચાલક મહીનભાઈ જ્યોતિભાઈ ભટ્ટ જુનાગઢના હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આઈસર ચાલક આઇસર મૂકીને ભાગી ગયો હતો.

આ સમાચારને શેર કરો