Placeholder canvas

કાર અને ડમ્પર વચ્ચેના અકસ્માતમાં કારમાં સવાર 6 લોકોના ઘટનાસ્થળે જ મોત.

કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યાં છે. કારમાં સવાર 6 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળેલી માહિતી પ્રમાણે, સુરત-બારડોલી નેશનલ હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જ્યાં ઘટનાસ્થળે જ 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. પ્રાપ્ત માહિતી મુજબ મૃતક પરિવાર સુરત જિલ્લાના માંડવી ખાતેનું હોવાનું જાણવા મળ્યું છે. બારડોલીના તરસાડી ખાતે લગ્ન પ્રસંગમાં ગયો હતો, જ્યાં રસ્તામાં કોઈ કારણોસર તેમની કાર ડમ્પર સાથે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર 3 મહિલા, 1 બાળકી, 1 પુરુષ અને 1 બાળકનું અકસ્માતમાં મોત થયું છે.

ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો, ત્યારબાદ પોલીસને આ ઘટનાની માહિતી મળતા બારડોલી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોના પોસ્ટમોર્ટમ માટેની મોકલ્યા હતા.

આ સમાચારને શેર કરો