Placeholder canvas

વાંકાનેર: ટોલનાકા પાસે રોંગ સાઈડમાં આવતા કન્ટેનરે બાઇકને હડફેટે લેતા 2ના મોત

વાંકાનેર 27 નેશનલ હાઇવે પર લગભગ કોઈ દિવસ એકસીડન્ટ થયું હોય તેવું નહીં બનતું હોય આજે વાંકાનેર થી મોરબી તરફ આવતું ટોલ નાકા પાસે આવેલ હોક સિરેમિક્સ પાસે એક રોંગ સાઈડમાં આવતા કન્ટેનરે ડબ્બલ સવાર બાઈક ને હડફેટ લેતા બાન્નેના ઘટના સ્થળે મોત થયા હતા.

મળેલી માહિતી મુજબ 27 નેશનલ હાઇવે પર ડબ્બલ સવાર બાઈક ચાલક જઇ રહ્યો હતો ત્યારે હોક સીરેમિક્સ પાસે રોંગ સાઈડમાં આવેલા કન્ટેનરે બાઈકને હડફેટ લીધું હતું, જેથી બાઈક ફંગોળાઈ ગયું હતું અને બાઈકમાં સવાર બન્નેના ઘટના સ્થળે પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. આકસ્માત થતાં લોકો એકઠા થઈ ગયા હતા અને 108 ને ફોન કર્યો હતો થોડીવાર માટે 108 અને હાઈવે ઓથોરિટી એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. મૃતકોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

આ ગંભીર અકસ્માતના બનાવમાં ડબલ સવારી બાઇક સવાર ડાયાભાઈ જીવાભાઈ જીંજવાડીયા/કોળી (ઉ.વ. 32, રહે. જીકીયારી ગામ, તા. મોરબી) અને સુખદેવભાઉ નરશીભાઈ અડગામા/કોળી (ઉ.વ. 20, રહે. હાલ સ્કુલ પાસે, મહેન્દ્રનગર, તા. મોરબી, મુળ રહે લાકીડીયા, તા. ભચાઉ) નામના બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં હતાં. જેથી બનાવની જાણ થતાં જ વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…

આ સમાચારને શેર કરો