Placeholder canvas

મતદાર યાદીના ડેટાના પ્રમાણિકરણ માટે ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ લિંકિંગની કામગીરી શરૂ…

ભારતના ચુંટણી પંચની સુચનાથી મતદારયાદીના ડેટાના પ્રમાણીકરણ માટે મતદારો પાસેથી આધાર નંબરની વિગતો મેળવીને તેને જેતે મતદારના એપિક સાથે સીડીંગ કરવા માટે જાન્યુઆરી ૨૦૨૩ થી માર્ચ -૨૦૨૩ સુધીમાં કરવાની થતી કામગીરી હાલ ચાલુ કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં દરેક બુથમાં દર માસના પ્રથમ રવિવાર અને ખાસ ઝુંબેશના દિવસ તરીકે આયોજન કરેલ છે. આ દિવસે આપના વિસ્તારના બી.એલ.ઓ પોતાના બુથ ઉપર આધાર કાર્ડ મેળવવા અને લીક કરવાની કામગીરી કરશે. ઉક્ત આધારકાર્ડ મેળવવાનો ઉદેશ માત્ર એટલોજ છે કે, કોઈ પણ વ્યક્તીનુ નામ એક કરતા વધુ જગ્યાએ હોય તો આવા ડબલ નામો ની જાણકારી મળી રહે અને તેમજ મતદારયાદીમાં પોતાનુ સાચુ નામ પણ જળવાઈ રહે અને એક તંદુરસ્ત મતદારયાદી તૈયાર થાય તેવો શુભ હેતુ રહેલો છે.

જેથી ૬૭-વાંકાનેર વિસ્તારમાં આપના મતવિસ્તારના બી.એલ.ઓ આપની પાસે આધાર કાર્ડ મતદારયાદીમાં લીક કરવા માગે તો આપના બી.એલ.ઓ ને સહકાર આપવા મતદાર નોંધણી અધિકારી, 67-વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર અને પ્રાંત અધિકારી વીકાનેર એ.એચ.શેરસીયા અને મદદનીસ મતદાર નોંધણી અધિકારી, અને મામલતદાર વાંકાનેર ચુ.વી.કાનાણી તરફથી વિનંતી કરેલ છે. આ મતદારયાદી ક્ષતિયુક્ત તંદુરસ્ત અને સુઘડ બને તે માટે સહકાર આપવાની અપીલ કરશે.

આ સમાચારને શેર કરો