ચોટીલામાં કુંવારી સગીરા માતા બની..

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક કલંકિત કિસ્સો સામે આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં સગીર વયની બાળકી સાથે દુષ્કર્મ આશરે નવ મહિના પહેલા ગુજારવામાં આવ્યું હતું ત્યારે સગીર વયની 16 વર્ષની સગીરાને દુષ્કર્મ બાદ ગર્ભ રહી ગયેલું હોય તેની જાણકારી સાત મહિના બાદ થઈ હતી ત્યારે આ મામલે પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે 16 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મના બનાવને લઈ તે સમયે પણ ચકચાર વ્યાપી જવાબ આપ્યો હતો અને ઘટનાને લઇ અને પોલીસ તપાસ પણ શરૂ કરવામાં આવી હતી.

જે સમયે ખબર પડી તે સમયે સગીરાના પેટમાં સાત મહિનાનું બાળક હતું ત્યારે આ મામલે પોલીસ દ્વારા નરાધમની અટકાયત કરી અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી ત્યારે 16 વર્ષની સગીર વયની સગીરાએ ફૂલ જેવી બાળકીને ચોટીલાની સિવિલ હોસ્પિટલ ખાતે જન્મ આપ્યો. પરંતુ સગીરાની ઉંમર માત્ર 16 વર્ષની હોય ત્યારે ફૂલ જેવી દીકરીને જન્મ આપ્યા બાદ સગીરાની તબિયત અચાનક લથડી તબિયત લથડતાની સાથે આઈસીયુ વિભાગમાં સગીરાને દાખલ કરવામાં આવી અને ત્યાર બાદ હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે..

આ ઘટનાની પોલીસ તપાસ શરૂ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે પરિવારે પણ દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઉપર તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અને હાલની પરિસ્થિતિ મુજબ બંને માતા પુત્રી ની તબિયત સારી હોવાનું પણ ડોક્ટરી ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ સમાચારને શેર કરો