Placeholder canvas

રાજકોટમાં યુવકે પેરેલિસિસથી પીડાતા પોતાના મિત્રને છરીના ઘા ઝીક્યા

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે ભક્તિધામ એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા રાધિકાબેન રામસીંગ નગારજે (ઉ.વ.40)ના પુત્ર સુરજે અજય ઉર્ફે બીટુ ચૌહાણને ચોરીના ગુન્હામાં પોલીસમાં પકડાવ્યો હતો જેથી તેનો ખાર રાખી અજયે સૂરજ પર છરી વડે હુમલો કર્યો હતો. હાલ સુરજને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રાધિકાબેનની ફરિયાદ પરથી અજય વિરૂદ્ધ કલમ આઇપીસી કલમ 307 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી અજયને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

ગઈકાલે રાત્રીના સવા આઠેક વાગ્યે રાધિકાબેન રસોઈ બનાવતી હતી ત્યારે દિકરો સુરજ ત્યાં બેઠો હતો. મારા દિકરા સુરજે તેની ઓળખાણ તેના મિત્ર તરીકે કરાવી હતી તે અજય ઉર્ફે બીટુ ચૌહાણ ઘરે આવ્યો હતો અને આવીને મને કહ્યું કે માસી મારા માટે જમવાનું બનાવજો તેમ કહી તેણે દિકરા સુરજને કહેલ કે ચાલ આપણે થોડીવાર બહાર આંટો મારી આવીએ. જેથી સુરજ અજય સાથે બહાર ગયો હતો.

ત્યારબાદ આશરે દશેક વાગ્યાની આસપાસ રાધિકાબેનમાં પુત્ર સુરજનો ફોન આવ્યો હતો અને કોઈ અજાણ્યા ભાઈએ કહેલ કે સુરજ કોણ છે. જેથી રાધિકાબેને પુછતાં કેમ તમે પુછો છો તો તેણે સામેથી કહેલ કે સુરજને છરી વાગેલી છે અને તેણે આલાપ ગ્રીનસીટી સામે સાધુવાસવાણી રોડ પર લોહી લુહાણ હાલતમાં પડેલો છે તેમ વાત કરતા રાધિકાબેન તરત જ રીક્ષામાં ત્યાં પહોંચ્યા હતા તેમજ ત્યાં સુરજ રોડ ઉપર સુતો હતો અને તેને ડાબા પડખા માથી લોહી નીકળતું હતું. જેથી તેણે પુછેલ કે શું થયુ તો સુરજે કહ્યું કે, મને ઘરે જે લેવા આવેલ તે અજયએ છરીના બે ઘા આગળ પાછળ ડાબા પડખામાં ઝીંકી દીધા છે.

સુરજને ગંભીર હાલતમાં 108 મારફતે સરકારી દવાખાને સારવારમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછ કરતા સામે આવ્યું હતું કે અજય ચૌહાણ ઉર્ફે બીટુને પોલીસમાં ચોરી કરવાના ગુનામાં સુરજે આઠ મહીના પહેલા પકડાવી દીધો હોય અને તેનો ખાર રાખી અજય ઉર્ફે બીટૂએ સુરજ પર ખૂની હુમલો કર્યો હતો. આ બનાવમાં રાધિકાબેનની ફરિયાદ પરથી પીઆઇ એ.બી.જાડેજા સહિતના સ્ટાફે અજયને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો