ફેસબુક ફ્રેન્ડની શારીરિક સંબંધની માંગ નહીં સ્વીકારતાં આપી ધમકી તારું અપહરણ કરી, શરીરના કટકા કરી નાખીશ…

રાજકોટ : રાજકોટમાં એનજીઓ સાથે સંકળાયેલી ૩૮ વર્ષની મહિલા પાસે સુરત રહેતાં તેના ફેસબુક ફ્રેન્ડ અનિલ કાળુભાઈ માંગુકીયા (રહે. અમરોલી, સુરત)એ બિભત્સ માંગણી કરી, તે નહીં સંતોષાતા અપહરણ કરી કટકા કરી નાખવાની ધમકી આપ્યાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે તે મૂળ […]

રાજકોટમાં યુવકે પેરેલિસિસથી પીડાતા પોતાના મિત્રને છરીના ઘા ઝીક્યા

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે ભક્તિધામ એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા રાધિકાબેન રામસીંગ નગારજે (ઉ.વ.40)ના પુત્ર સુરજે અજય ઉર્ફે બીટુ ચૌહાણને ચોરીના ગુન્હામાં પોલીસમાં પકડાવ્યો હતો જેથી તેનો ખાર રાખી અજયે સૂરજ પર છરી વડે હુમલો કર્યો હતો. હાલ સુરજને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવમાં યુનિવર્સિટી […]

રાજકોટમાં હત્યાના વધુ એક બનાવ : પારકી પરણેતર સાથે સંબંધનો કરુણ અંજામ

પત્નીના પ્રેમી અખ્તરનું હુશેને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું રાજકોટમાં હત્યાના વધુ એક બનાવથી ખળભળાટ મચી ગયો છે. પારકી પરણેતર સાથે સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. પત્નીના પ્રેમીનું પતિએ છરીના 11 જેટલા ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું. નાણાવટી ચોક પાસે આવાસ ક્વાર્ટરમાં મુસ્લિમ યુવાનની હત્યા કરવામાં આવી હોવાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, […]

કોરોના ઇફેકટ્સ: મુસ્લિમ સમાજનો મહત્વપૂર્ણ નિર્ણય, મસ્જિદોમાં નહીં થાય જુમ્માની નમાજ 

કોરોના વાઈરસ ધીમે ધીમે ગુજરાતને ભરડામાં લઈ રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 39 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને ત્રણના મોત પણ થઈ ચૂક્યું છે. તેને ધ્યાનમાં લેતા મુસ્લિમ સમાજ દ્વારા સરાહનિય પગલા લેવામાં આવ્યો છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મસ્જિદોમાં જુમ્માની નમાજ રદ્દ કરી દેવામાં આવી છે અને લોકોને ઘરે જ નમાજ પઢવાનું કહેવામાં […]

સવા વર્ષ પુર્વે થયેલા ઝઘડાના કારણે બે મિત્રોને છરી પોરવી દિધી

શહે૨ના પા૨ેવડી ચોક પાસે ૨ાત્રીના બે મિત્રો પ૨ બે શખ્સોએ છ૨ી વડે હુમલો ક૨તા બંનેને ઈજા પહોંચતા સા૨વા૨ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધ૨ી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ સાત હનુમાન પાસે સણોસ૨ા ગામમા ૨હેતા ભાવેશ દિપકભાઈ મક્વાણા (ઉ.વ.૨૩) દ્વા૨ા બી. ડીવીઝન પોલીસ મથકમા […]

રાજકોટ: મસ્તી મસ્તીમાં તરૂણની બેઠકનાં ભાગે મિત્રએ નળી ભરાવીને કમ્પ્રેશર ચાલુ કરી દીધુ..!!

રાજકોટ: મસ્તી કયારેક ભારે પડી જતી હોય છે ત્યારે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઢેબર રોડ પર કારખાનામાં કામ કરતા તરૂણને મિત્રએ મસ્તી-મસ્તીમાં બેઠકનાં ભાગે નળી ભરાવી કમ્પ્રેશર ચાલુ કરી દેતા તેનું મોઢુ ખુલી ગયું હતું અને તેને અત્રેની સિવિલમાં ખસેડાયો છે. આ બનાવ અંગેની જાણ થતાં ભકિતનગર પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલે દોડી ગયો […]