વાંકાનેર: પીપળીયા રાજ ગામે દાઝી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામમાં એક યુવતી થોડા દિવસ પહેલા દાઝી ગઈ હતી. આથી, તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પીપળીયા રાજ ગામમાં રહેતા નવધણભાઇ ઝાપડાની 16 વર્ષીય દીકરી મધુબેન ગત તા. 7ના રોજ પોતાના ઘરે સાંજના છએક વાગ્યે ઘી ગરમ કરતી વખતે પહેરેલ કપડાએ ગેસની ઝાળ કપડામાં લાગતા શરીરે દાઝી ગઈ હતી. જેમને પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પીટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે બન્સ વોર્ડમાં દાખલ કરેલ હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન તા. 12ના રોજ મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો