કોરોનાએ સોમવારે શરુઆત મોરબીમાં કરી: એક વૃદ્ધ કોરોના વાયરસથી સંક્રમીત
મોરબી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 122 પર પહોંચી ગયો…
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાએ રોકેટ ગતી પક્કડી લીધી હોય તેવુ લાગે છે. મોરબીમાં રવિવારે રેકોર્ડબ્રેક કેસ નોંધાયા હાતા. ત્યારે આજે સોમવારે મોરબીમાં રહેતા એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 122 પર પહોંચી ગયો છે.
મોરબી શહેરમાં જુના બસ સ્ટેન્ડ પાસે સાવસર પ્લોટ શેરી નંબર 9માં રહેતા 83 વર્ષિય વૃધ્ધ કોરોના વાયરસથી સંક્રમીત થયા છે. ગઈકાલે રાજકોટ ખાતે આવેલ PDU હોસ્પિટલમાં તેઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આજે તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હજુ સુધી તેઓને ટ્રાવેલ કે કોન્ટેક્ટ હિસ્ટ્રી જાણવા મળેલ નથી.