વાંકાનેર: આજે મચ્છુ નદી પરનો રાણેકપરનો ચેકડેમ ઓર ફ્લો થયો…

વાંકાનેર: આજે મચ્છુ નદી પર વાંકાનેરની હદમાં સૌથી છેલ્લે આવેલો અને મોટો એવો રાણેકપરનો ચેકડેમ ઓવરફલો થયો છે. આ રાણેકપરનો ચેક ડેમ ઓવરફ્લો થતાં હવે વાંકાનેરનું પાણી મોરબીના મચ્છુ 2 ડેમમાં પહોંચી ગયું છે.

આજે રાણેકપરનો ચેક ડેમ ઓવરફલો થતા ખેડૂતોમાં ખુશી ફેલાઇ છે, કેમકે આ ચેકડેમના કારણે રાણેકપર વાંકીયા અને પંચાસીયાના ખેડૂતો પોતાની ખેતીમાં પાણીનો ઉપયોગ કરે છે, જેથી આ વર્ષે ખેડૂતોને ખેતીમાં વરસાદનું મીઠું પાણી મળવાથી લાભ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે હજુ મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થયો નથી અને મચ્છુ 1 ડેમ થી નીચે મહિકા સુધી મચ્છુ નદી ખાલી પડી છે આ ઉપરાંત ગારિયા અને રસીક્ગઢ્નો ચેકડેમ હજુ ખાલી છે. બાકીના બધા મચ્છુ નદીના અને આસોઇ નદીના ચેકડેમો ભાઈ ગયા છે.ગઈ કાલે ખીજડીયા સીંધાવદર પંથકમાં સારો એવો વરસાદ પડતાં આસોઇ નદીમાં સંધ્યા ટાણે સારું એવું પાણી આવ્યું હતું…

ચેકડેમ ઓવરફ્લોનો જુવો વિડિયો…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Gmb1H0H8ar4FxdlZEoiuoc

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો