વાંકાનેર: અમરસરના યુવાનનું પીપરડીના બોર્ડ પાસે બાઇક સ્લીપ થતાં મૃત્યુ
વાંકાનેર: આજે વાંકાનેર તાલુકાના અમરસર ગામનો યુવાન કુવાડવા તરફ જઈ રહ્યો હતો ત્યારે પીપરડી ગામના બોર્ડ પાસે રોડ પર અચાનક ખાડો આવતા બાઈક કંટ્રોલ કરવા જતાં બાઈક સ્લીપ થઈ ગયું હતું અને રોડથી નીચે ખાડામાં જઇ પડ્યું હતું જેમાં આ યુવાનનું મૃત્યુ થયું છે.
મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ગામના સીતાપરા આશિષ પ્રવીણભાઇ (ઉ.વ.19 આશરે) આજે કુવાડવા રોડ પર જઈ રહ્યો હતો ત્યારે વાંકાનેર તાલુકાના ખેરવા ગામ થી આગળ આવતા પીપરડી ના બોર્ડ પાસે રસ્તામાં એક ખાડો હોવાના કારણે બાઈક કંટ્રોલ કરવા જતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને રોડની નીચે ઉતરી જતા તેઓને માથામાં ગંભીર ઈજા થઈ હતી.
તેમને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. વધુમાં મળેલી માહિતી મુજબ તેમને અકસ્માતમાં હેમરેજ થઇ ગયું હતું.