કન્યાદાન પહેલા રક્તદાન : વાંકાનેરમાં કાલે રવિવારે રક્તદાન કેમ્પ

વાંકાનેર : સમાજને નવી દિશા આપવા માટે કન્યાદાન પહેલા રક્તદાનનું આયોજન કરી પુત્રીને પુણ્ય કરવાનો અવસર વાંકાનેરના કણસાગરા પરિવારે આપ્યો છે. જેમની અનુસંધાને વાંકાનેરમાં આવતીકાલે રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.

કન્યાદાન પહેલા રક્તદાનના હેતુને સિદ્ધ કરવા વાંકાનેર નિવાસી વિનોદભાઈ ડાયાલાલ કણસાગરાએ પોતની પુત્રી શ્વેતાના લગ્ન પ્રસંગે લાઈફ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પનું આવતીકાલે તા. 28/11/2021ને રવિવારે સવારે 9 થી 2 વાગ્યે પરજીયા રાજગોર સમાજની વાડી, ગંગેશ્વર મહાદેવ રોડ, ભાટિયા સોસાયટી, વાંકાનેર ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં રક્તદાતાઓને ભેટરૂપે પક્ષીઓ માટે માળા, પાણીના કુંડા તેમજ પક્ષીઓ માટેની ચણ આપવામાં આવશે. આમ કંસાગરા પરિવારે રવિવારે કન્યાદાનની સાથે રક્તદાન, ઘરદાન, જળદાન અને અનદાન કરીને એક નવો ચીલો ચીતરીને સમાજને એક અલગ રાહ ચીંધશે.

કણસાગરા પરિવારની દીકરીના લગ્ન પ્રસંગમાં યોજવામાં આવનાર રક્તદાન કેમ્પમાં રકદાતાઓ અને લોકોને સહભાગી થવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુ માહિતી માટે 90338 48851, 92767 00142 સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.

આ સમાચારને શેર કરો