રાજકોટના લોકોની સમસ્યાનો આવશે અંત; રાજકોટમાં નિર્માણ પામશે નવી સિવિલ હોસ્પિટલ

રાજકોટના લોકોને લાંબા સમયથી નડી રહેલી સમસ્યાનો હવે અંત આવશે. રાજકોટમાં હવે નવી સિવિલ હોસ્પિટલ બનવા જઈ રહી છે. નવી સિવિલ હોસ્પિટલ હાલની સરખામણીમાં વધારે મોટી હશે, સાથે જ આ હોસ્પિટલને અદ્યતન સુવિધાથી સજ્જ બનાવામાં આવશે. જેથી આ હોસ્પિટલમાં ઈલાજ કરાવવા આવતા દર્દીઓને હવેથી કોઈ તકલીફ નહી પડે.

રાજકોટમાં હાલ સિવિલ અને પદ્મકુંવરબા હોસ્પિટલ કાર્યરત છે, પરંતુ વસ્તી વધારો થવાને કારણે દર્દીઓના પ્રમાણમાં સ્ટાફ અને હોસ્પિટલ પૂરતો ન હોવાથી લોકોને તકલીફ પડતી હોય છે. જેથી હવે તંત્ર દ્વારા નવી સિવિલ હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અન્વયે નવી હોસ્પિટલ માટે જમીન ફાળવણી સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો