Placeholder canvas

વાંકાનેર: ક્રોસ કન્ટ્રીમાં દોશી કોલેજનો વિદ્યાર્થી નેશનલ લેવલે રમવા જશે.

વાંકાનેર: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી રેસનું આયોજન કરવામાં આવેલ જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના 63 વિદ્યાર્થી ભાઈઓએ ભાગ લીધો હતો. જેમાં શ્રી દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વાંકાનેરના વિદ્યાર્થી યાદવ મિલનકુમાર રાજુસિંઘનો ઉત્કર્ષ દેખાવ રહેતા તેમની પસંદગી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્રોસ કન્ટ્રી ટીમમાં કરવામાં આવી છે

જેવો ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ક્રોસ કન્ટ્રી (10 કી.મી.) સ્પર્ધામાં નેશનલ લેવલે ભાગ લેવા જશે. યાદવ મિલનકુમાર રાજુસિંઘ અને રમત ગમતના અધ્યાપક કેપ્ટન ડૉ. વાય.એ.ચાવડાને આ સફળતા માટે શ્રી દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, આચાર્ય અને દોશી કૉલેજ પરિવારે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.

વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સમાચાર મેળવવા માટે કપ્તાન ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવો.

કપ્તાન ન્યૂઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/C2s4anmJGlsLctUgK2jZiP

આ સમાચારને શેર કરો