Placeholder canvas

વાંકાનેર: યાર્ડની ચૂંટણીમાં વિવાદીત 31 મતોમાંથી 18 મતોની 19 તારીખે ગણતરી

વિવાદિત 31 મતોની ગણતરી બાબતે નામદાર કોર્ટનો હુકમ : પંચાસીયા મંડળીના 10 અને તિથવા મંડળીના 03 મતો રદ કરાયા, પલાસ મંડળીના 18 મતોની ગણતરી થશે….

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની જાન્યુઆરી માં થયેલી ચૂંટણીમાં ખેડૂત વિભાગની દસ બેઠકોની મત ગણતરીમાં પંચાસીયા, તિથવા અને પલાસ ગામની મંડળીના કુલ 31 વિવાદાસ્પદ મતોને અનામત રાખી ચુંટણી પરીણામો જાહેર નહોતા કરાયા, જેમાં આ મુદ્દે કોર્ટના નિર્ણય બાદ પરિણામ જાહેર કરવાના હોય જે કોર્ટે 31 મતોમાંથી 18 મતોની ગણતરી કરવાનો આદેશ કર્યો છે.

આ મામલે નામદાર કોર્ટે 31 પંચાસીયા મંડળીના 10 અને તિથવા મંડળીના 03 મતોને રદ ઠેરવી અને પલાસ મંડળીના 18 મતોની ગણતરી કરવાનો હુકમ જાહેર કર્યો છે. આ 18 મતોની ગણતરી આગામી તા. 19, મંગળવારના રોજ ગણતરી કરવામાં આવશે.

હાલ વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચાલુ બોડીની મુદ્ત પૂરી થઈ ગઈ હોય અને નવી ચુંટણીના પરિણામો પણ બાકી હોય જેથી જ્યાં યાર્ડની નવી બોડીની રચના કરવામાં ન આવે ત્યાં સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડના વહિવટ માટે વહીવટદાર તરીકે સુરેન્દ્રનગરના એ. ડી. આર. બિમલ પટેલની નિમણૂક કરવામાં આવી છે…

આ સમાચારને શેર કરો

Leave a Reply