સગીરા સાથે પાડોશીએ દુષ્કર્મ ગુજાર્યું : સગીરાને પેટમાં દુઃખાવો થતા તપાસતા ગર્ભવતી નિકળી…
વડોદરાના સોમા તળાવ વિસ્તારમાંથી એક મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જાણ કે, મારી 15 વર્ષની દિકરી દુષ્કર્મનો ભોગ બની છે અને તેની તબિયત સારી નથી. જેથી તેને અભયમની ટીમ સગીરાને જમનાબાઈ હોસ્પિટલમાં લઇ ગઇ હતી તેમજ પોલીસને જાણ કરવામા આવી હતી.
મળેલી માહિતી મુજબ એક મધ્યમ વર્ગનો પરિવાર બે મહિનાથી સોમા તળાવ વિસ્તારમાં રહેવા આવેલ છે. જ્યાં નજીકમાં રહેતો યુવક તેમનાં ઘરે આવતો હતો. યુવકે થોડાં દિવસ પહેલાં એકલતાનો લાભ લઇ યુવતીની મરજી વિરૂદ્ધ શારીરિક સબંધ બાંધ્યા હતાં અને ધમકી આપી હતી કે કોઈને જણાવીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ. જેથી ડર ના માર્યા તે કોઈ ને જણાવતી ના હતી.અચાનક તેને પેટ માં દુખાવો ઉપડતાં જમનાબાઈ હોસ્પિટલમાં લઇ જવામાં આવી અને અભયમને પણ જાણ કરવામા આવી હતી. યુવતીએ સાચી હકીકત જણાતા વાડી પોલિસ સ્ટેશનના સ્ટાફને ઘટનાથી વાકેફ કરવામાં આવ્યા હતાં. જેથી પોલીસે યુવક વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે.