વાંકાનેર: રાતીદેવળી ગામ નજીકથી ભેંસોની હેરાફેરી કરતો ઇસ્મ ઝડપાયો
વાંકાનેરમાં રાતીદેવળી ગામ નજીક રોડ પર નવ ભેંસોની હેરાફેરી કરતા ઇસમને સીટી પોલીસની ટીમને ઝડપી પાડીને તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વાંકાનેર સિટી પોલીસની ટીમ રાતીદેવળી ગામે રોડ પર પેટ્રોલિંગમાં હતી. એ સમયે આરોપી શૈલેષ ઝીણાભાઈ સિંધવ રૂપિયા ૨૦૦૦૦૦ની કિંમતના આઇસર GJ-36-T-8929 લઈને નીકળતા પોલીસે તેને અટકાવ્યો હતો અને આઇસરની તલાશી લેતા તેમાં ૯ ભેંસો જેની કિંમત રૂપિયા ૯૦,૦૦૦ હતી. તે ભેંસોના પગ તથા મોઢું દોરડાથી હલનચલન ન કરી શકે તે રીતે ક્રૂરતાથી બાંધેલા હતા અને ઘાસચારો કે પીવાના પાણીની પણ સગવડ રાખી ન હતી. પોલીસ તપાસમાં આ ભેંસોની ગેરકાયદેસર રીતે હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આઇસર અને ભેંસો સહિત રૂપિયા ૨,૯૦,૦૦૦ લાખનો મુદ્દામાને કબજે કર્યો હતો અને આરોપી શૈલેષ વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાનો અધિનિયમ કલમ-૧૧(ડી)(એફ)(એચ) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.