Placeholder canvas

આગામી 24 કલાક સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટ વેવની હવામાન વિભાગની આગાહી

આ વર્ષે શિયાળામાં ઠંડી મોડી શરૂ થઈ અને શરૂ થયા પછી અતિશય ઠંડી પડી હતી તેમજ ઠંડી વહેલી જતી પણ રહી અને વહેલા ઉનાળોઆવી ગયો છે. શરૂઆતના સમયમાં જ આકરો ઉનાળો જોવા મળી રહ્યો છે, તેમજ સુરજદાદાનું આકરા ત્રેવરનો લોકોને શરૂઆતથી જ અનુભવ થવા લાગ્યો છે.

હવામાન વિભાગની આગાહી જણાવ્યું છે કે આજે મહત્વના શહેરોમાં તાપમાન ઊંચું રહ્યું હતું અને આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવ રહેશે.

આજે રાજ્યમાં મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન પહોંચ્યું 39 ડિગ્રીને પાર રહ્યું હતું. રાજકોટનું મહત્તમ તાપમાન 39.8, સુરેન્દ્રનગરનું 39 ડિગ્રી, અમરેલીનું 39.4 ડિગ્રી, અમદાવાદનું 38.2 ડિગ્રી, સુરતનું મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી રહ્યું હતું.

આ વર્ષે ધારણા એવી છે કે ઉનાળો ખૂબ તપશે અને કદાચ રેકોર્ડ બ્રેક સપાટીએ તાપમાન પહોંચશે… આમ લોકો ઉનાળામાં ધોમધખતા તાપમાનમાં તપવા અને પરસેવાએ નાહવા તૈયાર રહેવાનું છે…

આ સમાચારને શેર કરો