મોરબીના એક બુટલેગરને પાસા હેઠળ જેલ હવાલે કર્યો.
મોરબી : મોરબી જિલ્લાના દારૂના બુટલેગરને પાસા હેઠળ ડિટેઇન કરી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા જેલ હવાલે કરવામાં આવ્યો છે.
મોરબી જિલ્લાના દારૂના બુટલેગર સંજયભાઈ વેલશીભાઈ ચૌહાણ (ઉ.વ. 27, રહે. હાલ રંગીલા સોસાયટી, મકવાણા પેલેસ સામે, નવાગામ, તા.જી. રાજકોટ, મૂળ રહે. ગામ ચીરોડા, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર) ને પાસા અટકાયતી હુકમ હેઠળ ડિટેઇન કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવી તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવા તજવીજ કરાયેલ છે.