હાથીખાનામાં ૧૫ વર્ષના હૈદરઅલી અને તેના માતા રેશ્માબેન બેલીમ પર ધોકાથી હુમલો
રાજકોટ તા. ૨૬: હાથીખાનામાં રહેતાં હૈદરઅલી કાસમભાઇ બેલીમ (ઉ.૧૫) ને તેના જ પિતાના ભાણેજ શાબીલ કરિમભાઇ સહિતનાએ ધોકા-ઢીકાપાટુનો માર મારતાં માતા રેશ્માબેન કાસમભાઇ બેલીમ (ઉ.૩૬) બચાવવા આવતાં તેની પણ ધોલધપાટ કરવામાં આવતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
હોસ્પિટલ ચોકીએ આ અંગે એ-ડિવીઝન પોલીસમાં જાણ કરી હતી. કાસમભાઇના કહેવા મુજબ મારા પિતા હબીબભાઇ બિમાર હોઇ તેને હું, હૈદરઅલી સહિતના દવાખાને લઇ જતા હતાં. એ વખતે મારો ભાણેજ શાબીલ પણ સાથે આવ્યો હતો અને તેણે મારા દિકરા હૈદરઅલીને સાથે આવવાની ના પાડી ઝઘડો કરી હુમલો કર્યો હતો. અગાઉનું મકાન બારાનું મનદુઃખ ચાલતું હોઇ તેનાક કારણે આ ડખ્ખો તેણે કર્યો હતો. પોલીસ વિશેષ તપાસ કરી રહી છે.