ફરિયાદ: મામાના ઘેર જવાનુ કહીને ગયેલી પરિણીતા થઈ ગઈ ગુમ.!

મોરબીના વાવડી રોડ ઉપર સયુંકત પરિવારથી અલગ અને પતિ સાથે રહેતી પરણીતા પડોશીને મામાના ઘેર જાવ છું કહીને નીકળી ગયા બાદ ગુમ થતા તેના પતિએ શોધખોળ કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મોરબીમાં મિસ્ત્રી કામના વ્યવસાય કરતા ધમૅઁશ દિનેશભાઈ પિત્રોડાના લગ્ન પાંચ વર્ષ પૂર્વે રાજકોટના દિવ્યાબેન સાથે થયા હતા. ત્યાર બાદ પરીવારથી જુદા થઈ વાવડી રોડ ઉપર રહેવા લાગ્યા હતા. ગત તા.૨૦ના રોજ રાબેતા મુજબ સવારે ચા નાસ્તો કરી ધર્મેશભાઈ નજીકમા આવેલી પોતાની લુહારી કામની દુકાને ગયા હતા.

તેઓ બપોરે ઘરે જમવા આવતા ઘરે તાળુ લટકતુ જોઈ પાડોશીને પુછતાછ કરતા તે મામાના ઘરે ગયાનુ જાણવા મળતા તપાસ આદરતા કોઈ સગા સબંધીને ત્યા ભાળ મળી નહોતી. પતિએ સઘન શોધખોળ કરવા છતા પત્નિનો કયાય પતો ન લાગતા અંતે ધર્મેશભાઈએ એ ડિવીઝનમા પત્ની ગુમ થયાની જાણ કરતા પોલીસે ગુમસુદાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો