Placeholder canvas

વાંકાનેર તાલુકાના જાલસીકાના સિમ વિસ્તારમાં દીપડા ટોળાએ ખેડૂત પર હુમલો કર્યો.!!

વાંકાનેર તાલુકાના જાલસીકા ગામમાં માલધારી ખેડૂત હેમંતભાઈ મેંણદભાઈ ડાંગરની વાડીએ જાણે કે દિપડાઓએ તો પોતાનુ ઘર સમજી લીધું હોય તેમ અવારનવાર લટાર મારીને છેલ્લા ૮ મહિનામાં ૪ પશુઓનુ મારણ કર્યું અને ખેડૂત પર અણઘારી આફત પડી ત્યાર બાદ ગઈ કાલે રાત્રે પણ ૧:૩૦ કલાકે ૩ થી ૪ દીપડાઓનું ટોળું અચાનક જ લટાર મારતા તેમને વાડીએ પહોંચી ગયા હતા. અગાઉ પશુઓના મારણની ઘટના બનેલી પશુઓનું રહેઠાણ અન્ય જગ્યાએ ફેરબદલ કરેલ હતું પરંતુ માલધારી હેમંતભાઈ વાડીએ ધ્યાન રાખવા એકલા સૂતા હતા. દીપડાઓના ટોળાએ હેમંતભાઈ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમણે સતર્કતા દાખવી પોતાની જાન બચાવવા ઓરડાની અગાસી ઉપર જતાં રહ્યા હતા. આખી રાત દીપડાઓએ હેમંતભાઈની વાડીમાં આટાફેરા કર્યા હતા અને આખી રાત હેમંતભાઈને ભયભીત થઈને જાગતું રહેવું પડ્યું હતું.

આમ વારંવાર આ દીપડાઓ હેમંતભાઈની વાડીએ આવી જાય છે ૪-૪ પશુઓનું મારણ કરી ગયા છે તેઓએ કપ્તાન ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે… અનેક વાર સ્થાનિક પ્રશાસન, ફોરેસ્ટ વિભાગ, સ્થાનિક નેતાઓને આજીજી-અપીલ-રજૂઆતો કરવા છતાં માત્ર આશ્વાસન આપવામાં આવે છે કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી. શું કોઈ મોટો અણબણાવ બને ત્યારે આ પ્રશાસન જાગશે? માલધારી હેમંતભાઈ અને આ ગામના ખેડુતો માટે ખેતીએ મુખ્ય ગુજરાન ચલાવવાનું સાધન છે. પરંતુ આ જંગલી પ્રાણીઓના ભયથી હવે વાડીએ જાતા પણ જીવનું જોખમ બની ગયું છે. જો આ અંગે કોઈ યોગ્ય નિર્ણય ન લેવામાં આવે તો હવે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો