રાજકીયવાંકાનેર

પંચાસીયા સહકારી મંડળીમાંથી વહિવટદાર હટાવાયા, જુની બોડી ફરી સતા પર…

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની ભારે વિવાદાસ્પદ શ્રી કીશાન સેવા સહકારી મંડળી લી.-પંચાસીયાની વ્યવસ્થાપક સમિતિની ચુંટણી બાબતે અનેક ચડાવ ઉતાર બાદ નામદાર હાઇકોર્ટે તા. ૧૩/૦૬/૨૨ ના લવાદ કોર્ટના હુકમને રદ કરી અને મંડળીમાં વહીવટદારને હટાવવાનો ઓરલ ઓર્ડર કરતા આજરોજ કિશાન સેવા સહકારી મંડળી લી. જૂની બોડીને ફરી સત્તા સોંપવામાં આવી છે.

આ બાબતે મળેલ માહિતી મુજબ પંચાસીયા ગામની શ્રી કિશાન સેવા સહકારી મંડળી લી.માં વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૬ સુધીની વ્ય. કમીટી સભ્યોની ચુંટણી કરવામાં આવેલ હોય, જે ચુંટણી પ્રક્રિયા ખાનગી રાહે કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ચુંટણી રદ કરવા મંડળી સભાસદ યુનુસભાઈ ખોરજીયાએ લવાદ કોર્ટમાં અરજી કરતા લવાદ કોર્ટે આ ચુંટણી પ્રક્રિયા રદ કરી અને નવેસરથી ચૂંટણી કરવા હુકમ કર્યો હતો. જેની સામે મંડળીના સત્તાધીસો હાઇકોર્ટમાં દાદ માંગી હતી.

નામદાર હાઇકોર્ટે તા. ૨૬/૦૯/૨૦૨૩ ના રોજ ઓરલ ઓર્ડર કરી લવાદ કોર્ટના તા. ૧૩/૦૬/૨૨ ના હુકમને રદ કર્યો હતો. જેની જાણ મંડળીની બોડીએ જીલ્લા રજીસ્ટ્રારને કરતા આજરોજ મંડળીના વહિવટદાર બી. બી. ડાંગરએ બપોરે ૧:૩૦ વાગ્યે પોતે શ્રી કિશાન સેવા સહકારી મંડળીનો ચાર્જ છોડીને મંત્રી તથા વ્યવસ્થાપક સમિતિના સભ્યોની હાજરીમાં મંડળીના પૂર્વ પ્રમુખને ચાર્જની સોંપણી કરી હતી.

આ સમાચારને શેર કરો