Placeholder canvas

વાંકાનેર: રાતીદેવળી પ્રાથમિક શાળામાં દેશી રમતોનો ઉત્સવ ઉજવવામાં આવ્યો

વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામની રાતીદેવળી પ્રાથમિક શાળામાં તાજેતરમાં રમત-ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ રમત-ઉત્સવનમાં વિદ્યાર્થીઓને જુની-પ્રાચીન રમતો જેવી કે દોરડા કુદ, લંગડી, પૈડા ફેરવવા , રસ્સા ખેંચ જેવી રમતો રમાડવામાં આવી હતી. રીટાયર્ડ રેન્જ ફોરેસ્ટ ઑફીસર વી.ડી.બાલાએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. તેમના નેતૃત્વ હેઠળ બાળકોને વિવિધ દેશી રમતો રમાડવામાં આવી.

આ રમત-ઉત્સવ દ્રારા બાળકો મોબાઈલથી દૂર રહી વિવિધ રમત તરફ વળે અને તંદુરસ્તી કેળવે, રમત દ્વારા બાળકોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું બને છે તેની પ્રતિતી કરાવવામાં આવી. આપણી જુની – દેશી રમતો કે જે ખુબ જ ઓછા અને ટાંચા સાધનોથી રમી શકાય છે તેવી રમતો રમાડવામાં આવી.

રમતોત્સવના અંતે બાળકોને જંકફૂડથી દૂર રાખવા માટે ફ્રુટડીશનો નાસ્તો તમામ વિદ્યાર્થીઓને કરાવવામાં આવ્યો. આ રમતોત્સવને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય રજીયાબેન હેરંજા અને સ્ટાફ દ્વારા મહેનત કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો