રાજકોટ: સિટી બસે ટક્કર મારતાં ગંભીર રીતે ઘાયલ PSIનું નિધન

રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એચ.એ.આઘામનો બુધવારે વિકલી ઓફ હોવાથી કામ માટે બહાર નિકળ્યા હતા.

રાજકોટ: રાજકોટમાં બનેલી અક ગમખ્વાર અકસ્માતમાં પી.એસ.આઈ.નું નિધન થયું છે. પોલીસ સબ ઈન્સ્પેક્ટર એચ.એ.આઘામ પોતાન સ્કૂટર પર નિકળ્યા હતા ત્યારે સ્કૂટરને સિટી બસે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઘાયલ સ્કૂટર સવાર પીએસઆઇનું નિધન થયું છે.

રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એચ.એ.આઘામનો બુધવારે વિકલી ઓફ હોવાથી કામ માટે બહાર નિકળ્યા હતા. રસ્તામાં સિટી બસે ટક્કર મારતાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર એચ.એ.આઘામ અકસ્માતનો ભોગ બન્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એચ.એ.આઘામને હોસ્પિટલમાં દાખળ કરાયા હતા. પણ સારવાર દરમિયાન તેમનું નિધન થતાં પોલીસ વર્તુળોમાં આઘાત અને શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ સમાચારને શેર કરો