Placeholder canvas

વાંકાનેર: ચંદ્રપુર પાસે ડમ્પરે હડફેટે લેતા બાળકનું કમકમાટીભર્યું મોત

વાંકાનેર: માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ મીરાનીનગર સામે નેશનલ હાઈવે પર ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા બાળકને હડફેટે લેતા બાળકને માથામાં અને હાથે-પગે ગંભીર ઇજા પહોંચી હતું જેમાં બાળકનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ બનાવ અંગે મૃતક બાળકના પિતાએ ડમ્પર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ડમ્પર ચાલકને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

મળેલ માહિતી મુજબ મૂળ મોરબીના વીસીપરા ફુલછાબ કોલોનીમાં અને હાલમાં વાંકાનેર ચંદ્રપુર નજીક મીરાનીનગરમાં રહેતા વસીમભાઈ ઉર્ફે લાલો રફીકભાઈ બ્લોચનો 14 વર્ષીય પુત્ર અયાઝ ચંદ્રપુર નજીક નેશનલ હાઇવે ઉપર આવેલ સુપર પાન નામની દુકાને મીઠું પાન લેવા જતો હતો ત્યારે ડમ્પર GJ-36-T- 5546 ના ચાલકે પુરઝડપે ડમ્પર ચલાવીને અયાઝને હડફેટે લેતા ડમ્પરના જોટામાં આવી જતા અયાઝનું મૃત્યુ નીપજ્યું હતું.

ડમ્પર ચાલક અકસ્માત સર્જીને પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો જેથી હાલમાં મૃતક બાળકના પિતા વસીમભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ-૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ- ૧૮૪, ૧૩૪, ૧૭૭ મુજબ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો