ગુજરાત

ભારે કરી: ચોટીલાની ખાનગી હોસ્પિલના ત્રીજા માળે આખલો ચડી ગયો…!!!

ચોટીલા: આજે ચોટીલામાં એક ખાનગી હોસ્પિટલની ત્રીજી છત પર આખલો ચડી જતા દોડધામ મચી હતી. બીજી તરફ લોકો આખલાને જોવા ટોળે વળ્યા હતા. અને હવે પશુઓ પણ હોસ્પિટલની છતો સુધી પહોંચી જતા અનેક સવાલો ખડા થયા હતા. ચોટીલાના મોચી બજાર પાસે આવેલી ખાનગી હોસ્પિટલની છત પર આખલો ચડી જતા દોડધામ મચી હતી. પરિણામે હોસ્પિટલના ડોક્ટર દ્વારા નગરપાલિકાના કર્મચારીઓને જાણ કરતા તેઓ પહોંચી ગયા હતા.

આથી નગરપાલિકાના હિતેન્દ્રસિંહ પરમાર અને હરેશભાઈ ઉપાધ્યાય તેમજ અન્ય લોકો દ્વારા આખલાને ઉતારવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આખલાને દોરડા વડે બાંધીને રેસક્યુ કરીને નીચે ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ નીચે ઉતર્યા પછી આખલો ગભરાઈ જતા રસ્તા પર દોટ મૂકી હતી. પરંતુ કોઈ જાનહાની ન થતા લોકો અને ખાનગી હોસ્પિટલ તંત્રને રાહત થઇ હતી.

આ સમાચારને શેર કરો