Placeholder canvas

તીથવા પી.એચ.સી.ના રાતીદેવરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી

ભારત દેશ વસતીની બાબતે ચીનને પણ પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની ગયો છે. ત્યારે વધતી જનસંખ્યાને નિયંત્રણમાં રાખવા સરકાર વિવિધ પ્રયત્નો કરી રહી છે.1990થી સમગ્ર વિશ્વમાં 11 જુલાઈના રોજ વિશ્વ વસતી દિવસ તરીકે ઉજવાય છે. વધતી જતી જનસંખ્યાના કારણે ગરીબી, બેકારી, મોંઘવારી અને ભૂખમરા જેવી અનેક સમસ્યાઓ ઉદભવે છે. જેથી સરકાર દ્વારા જનજાગૃતિ માટે વિશેષ પ્રયાસો પણ કરવામાં આવે છે.

આજે તીથવા પીએચસીના રાતીદેવરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાતીદેવરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના સી એચ ઓ, એફ એચ ડબલ્યુ, એમ પી એચ ડબલ્યુ અને આશા ફેસીલીટર દ્વારા બધી જ કુટુંબ નિયોજનની પદ્ધતિઓ વિશે ઉપસ્થિત લોકોને માહિતી આપી હતી. કુટુંબ નિયોજન પદ્ધતિઓ બતાવેલ અને કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

તેમાં અલગ અલગ પદ્ધતિઓ જેવીકે ઓરલ પીલ્સ, નિરોધ, છાયા અંતરા અને કોપર ટી વગેરે જેવી પદ્ધતિ ઉપલબ્ધ હતી આ બધી જ પદ્ધતિઓના ફાયદાઓ અને ગેરફાયદાઓ વિશે સમજાવેલ તેમજ કઈ પદ્ધતિ ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવી તેમની સમજણ આપી હતી. ત્યારબાદ લાયક દંપતિઓને તેમનું હેલ્થ સારું રાખવા માટે શું શું પગલાં લેવા તેમના વિશે ચર્ચા કરવામાં આવેલ લાયક દંપતિને લગ્ન પછી પહેલા બાળક માટે બે વર્ષનો ગાળો રાખવો એક બાળક બાદ ત્રણ વર્ષનો ગાળો રાખવો તે માટે સમજન આપેલ જેથી આવનારા બાળક તંદુરસ્ત રહે, તેમજ નાનુ કુટુંબ સુખી કુટુંબ જેવા સૂત્રો દ્વારા સમજાવેલ તેમજ ઘણા બધા સૂત્રોનો ઉપયોગ કરી હેલ્થ પ્રમોશન વિશે સમજણ આપવામાં આવી હતી કે જેથી આવનાર બાળકનું ભરણપોષણ સારી રીતે કરી શકાય.

આ સમાચારને શેર કરો