Placeholder canvas

ચોટીલા પાસે બોલેરો પીકઅપ નાલામાં પડતા બે પરિક્રમાર્થીના મોત

ચોટીલા નેશનલ હાઇવે ઉપર સોમવારના વહેલી સવારે જુનાગઢ પરિક્રમાની યાત્રા પૂર્ણ કરી સોમનાથ દર્શન કરી અમદાવાદ પરત જઇ હતા ચોટીલાથી થોડે દૂર જતા અકસ્માત સર્જાતા બે વ્યક્તિનાં મૃત્યુ નિપજેલ છે. તેમજ 15 થી વધુને નાની મોટી ઈજાઓ પહોચતા સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવેલ છે.

અકસ્માત અંગે જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદ સીટીએમ વિસ્તારમાં આવેલ હાકેશ્ચર સોસાયટીના આડોશ પાડોશના રહિશો બોલેરો પીકઅપ ભાડે કરીને જુનાગઢ શિવરાત્રી નો મેળો કરવા આવેલ હતા અને પરિક્રમા કરીને સોમનાથ દાદાના દર્શન ગયેલ જ્યાંથી પરત અમદાવાદ જવા રવીવારનાં નિકળેલ હતા જેઓને ચોટીલા થી આગળ પહોચતા અકસ્માત સર્જાયો હતો.

ત્યારે બોલેરો ચાલકને ઝોકું આવી જતા સ્ટેયરીંગ ઉપરનો કન્ટ્રોલ ગુમાવી દિધો હતો અને બોલેરો રોડ ઉપર થી ફંગોળાઇને ધડાકાભેર આગળ રહેલ નાળામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં મહાદેવનગરના રહેવાસી ગોવીંદભાઇ લાલજીભાઈ પટેલ ઉ. વ.65નું અને લલ્લાભાઇનું મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જાતા આસપાસનાં રહીશો એ દોડી આવી બચાવ કાર્ય હાથ ધરેલ હતું 108ને જાણ કરતા તમામ ઇજાગ્રસ્તોને ચોટીલા હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે તમામને રાજકોટ રીફર કરવામાં આવેલ છે

અકસ્માતમાં 15 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે ઇજાગ્રસ્તોમાં નરેન્દ્રકુમાર ભીમરામ ધારણેકર, સુનિલકુમાર સુરીચંદભાઇ પ્રજાપતિ, મલકુભાઇ જીતુભાઇ ખવાડી, તેજબહાદુર નાઈ, રાજુભાઈ શુભમણી વીગોંડતી, લાલાભાઇ મદ્દાસી, લાલાભાઇ ભગવાનભાઇ મરાઠી, બાબુભાઇ ચંદા, લાલસીંગ જયાસીંગ સોલંકી, અમીત હીરાભાઈ નાળીવા, સંજય પુરણભાઇ ડગલે, પ્રદિપભાઇ શ્રીરામ મુડેકર, ડાહ્યાભાઈ માનસીંગભાઇ શેઠીયા, યશવંતભાઇ જાદવ, કાર્તિકભાઇ અને યુવરાજભાઇ નાગુરાજભાઇ ને પ્રાથમિક સારવાર ચોટીલા આપી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો