skip to content

ટંકારા તાલુકાના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારના લોકો માટે SBI બેન્ક કાર્યરત કરો.

જીલ્લાના અન્ય તાલુકાની સરખામણીમાં ટંકારા તાલુકો સૌથી છેલ્લા ક્રમે

ટંકારા: વિકાસ કરવા માટે વ્યવસાય, વ્યવહાર અને વ્યવસ્થા સુદ્રઢ બને એ માટે બેન્કિંગ સેક્ટર ખુબ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે ત્યારે સરકાર પણ સહાયક બની લાયકાત મુજબ લોન આપી પ્રોત્સાહિત કરવા તત્પર છે તો ટંકારા તાલુકાના લતીપર રોડ અને મોરબી રોડ ઉપરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ SBI બેન્ક કાર્યરત થાય એવી માંગ ઉઠી છે.

બેન્ક એટલે પૈસા જમા કરાવી ઉપાડવા એટલા પુરતું સિમીત નથી આજના અતિઆધુનિક યુગમાં લોકો પોતાના રોજગાર નાના મોટા ઉધોગ અને સરકારી સહાય બેન્ક થકી મેળવી ગામ તાલુકો અને જીલ્લા થકી દેશની તરકી તરફ આગળ વધી રહું છે ત્યારે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અંતરિયાળ ગામોમાં પણ બેન્કની સેવા થકી જીવનમાં ઉજાસ પાથરવા SBI શાખા લતીપર તરફ અને મોરબી તરફ નવી શાખા શરૂ કરે એવી માંગ ઉઠી છે.

લતીપર રોડ ઉપર ઓટાળા, બંગાવડી સાવડી સરાયા રોહીશાળા જેવા મોટા ગામડા અને આ ગામોમાં ઔધોગિક એકમો પણ વ્યાપક પ્રમાણમાં આવેલા છે. જ્યારે મોરબી રોડ પર સૌથી વધુ ફેક્ટરી વિરપર લજાઈ હડમતીયા નશિતપર તરફ હોય ત્યા પણ મોટા ગામ્ય વિસ્તારમાં બેન્ક સેવા ઉપલબ્ધ નથી અને તાલુકા મથક સુધી આવુ પડે છે. ત્યારે આ વિસ્તારમાં બેન્ક શરૂ થવી જોઈએ બિજી તરફ સહકારી બેન્કો જે સિમીત માત્ર વ્યક્તિ અને સહાય માટે કાર્યરત છે છતા પણ ગામડા સુધી પહોચી ગયા છે જ્યારે બહુલોક ઉપયોગી અને સરકાર જેને સિધ્ધો સહયોગ કરે છે અને લોકો જેને સરકારી બેન્ક તરીકે જન માનસમા સ્થાન પામી છે એ વાત SBI વિરપર અને ઓટાળા ગામ તરફ નવી શાખા શરૂ કરે એવી માંગ ઉઠી છે.

શુ માટે SBI ની માંગ છે?
સરકારની સબસીડી ગેસના બાટલા હોય કે 20 પ્રધાનમંત્રી જીવન જ્યોત વિમા યોજના છોકરાને અભ્યાસ માટે શિષ્યવૃત્તિ હોય કે સન્માન રાશી નાના મોટા ઉધોગ ની લોન હોય કે પછી ધર મકાન સોના ચાંદીના દાગીના ઉપર ધીરાણ ખેડુતો ને જમીન નુ ધિરાણ સાધન ખરીદી માટે સગવડ સોથી વધુ અને વિશ્ર્વાસ પાત્ર માટે પ્રખ્યાત છે. ગામડા પશુપાલન કરતા પરીવારને માલઢોર લેવા કે એની પ્રોડક્ટ માટે સહાયક સબસિડી પણ મલે છે ઉપરાંત મહિલાઓ માટે સખી મંડળોને ખુબ મોટુ આર્થિક ફંડ ઉદ્યોગ માટે આપે છે જે બેન્ક સેક્ટર નજીક હોય તો ધણા બધા પરીવારને લાભ મળે પરંતુ ટંકારા તાલુકામાં શાખા અભાવે લોન ધારક વધુ ટકાવારી અને અન્ય પરેશાની પણ ભોગવે છે. જે ગામડામાં વ્યાપ વધે તો દુર થઈ જાય.

આ સમાચારને શેર કરો