Placeholder canvas

રાણીબાનું પોલીસ સામે સરેન્ડર

દલિત યુવકને મોઢામાં ચંપલ પકડાવી માર મારવાના મામલે રાણીબા સહિત 3 આરોપી પોલીસ સમક્ષ હાજર, હજુ એક ફરાર

મોરબીની રવાપર ચોકડીએ મારામારી અને એટ્રોસિટી કેસમાં 5 આરોપીએ આગોતરા જામીન અરજી કરી હતી, જેને કોર્ટે રદ કર્યા બાદ પોલીસે ગઈકાલે એક આરોપીને ઝડપી લીધો હતો. એ કેસમાં આજે મુખ્ય આરોપી સહિતના વધુ 3 આરોપી પોલીસ સમક્ષ હાજર થયા છે, તો અન્ય એક આરોપીની શોધખોળ હાલ ચાલુ છે.

મોરબીની રવાપર ચોકડીએ પગારની માગ કરનાર દલિત યુવકને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો, જે બનાવ મામલે પોલીસ મથકમાં 5 આરોપીના નામજોગ તેમજ 7 અજાણ્યા સહિતના 12 વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા હતા. ફરિયાદને પગલે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત પટેલ અને ડી.ડી રબારી એમ 5 આરોપીની કોર્ટમાં આગોતરા જમીન અરજી રદ કરી હતી. આ દરમિયાન પોલીસે ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી રહી હતી, જેમાં આરોપી ડી.ડી રબારીને ગઈકાલે ઝડપી લેવામાં આવ્યો હતો. તો અન્ય આરોપીને ઝડપી લેવા પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી હતી.

આજે મુખ્ય આરોપી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ અને રાજ પટેલ સહિતના વધુ ત્રણ આરોપી પોલીસ સમક્ષ હાજર થયા છે. એવું પોલીસસૂત્રોમાંથી જાણવા મળ્યું છે. હજુ આરોપી પરીક્ષિત પટેલને તેમજ અન્ય આરોપીને ઝડપવા પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો