Placeholder canvas

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે થયેલ માનવ મૃત્યુમાં સરકાર સહાય ચુકવશે

કમોસમી વરસાદના કારણે થયેલ માનવ મોતમાં સહાય ચુકવાશે. જેમાં નિયમો મુજબ ચાર લાખ રૂપિયા સહાય આપવાની જોગવાઈ છે. તેમાં રાજ્ય સરકાર મોત અંગે ખરાઈ કરી સહાય ચુકવવાની શરુ કરશે. તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસથી જ આ અંગે સુચના આપી છે. જેમાં એક જ દિવસમાં કમોસમી વરસાદના કારણે 24 લોકોના મોત થયા છે.

રાજ્યમાં વીજળી પડતાં 24 લોકોનાં મોત થયા

રાજ્યમાં વીજળી પડતાં 24 લોકોનાં મોત થયા છે. જેમાં 16 જિલ્લામાં વીજળી પડતા કુલ 24 લોકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. ત્યારે 23 લોકોને નાની મોટી ઈજા થઈ છે. તેમાં દાહોદમાં 4, ભરુચ અને બનાસકાંઠામાં 3 – 3 મોત થયા છે. તથા તાપીમાં 2, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, સાબરકાંઠા, સુરત, ખેડા, મહેસાણા, બોટાદ, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, અમદાવાદ, સુરતમાં 1 – 1 મોત થયુ છે.

ખેડામાં સૌથી વધુ 15 પશુઓનાં મોત થયા છે

દેવભૂમિ દ્વારકા, આણંદ, પાટણમાં 1 – 1 મોત થયુ છે. તેમજ રાજ્યમાં વીજળી પડવાથી 71 પશુઓના મોત થયા છે. તેમાં દાહોદમાં વીજળી પડતાં 3નાં, ભરૂચમાં 2, સુરતમાં બે, તાપીના સોનગઢમાં 2 મોત, અમદાવાદ, સાબરકાંઠા, સુરત, ખેડા, પંચમહાલ, બોટાદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 1 – 1 મોત પશુઓના થયા છે. ખેડામાં સૌથી વધુ 15 પશુઓનાં મોત થયા છે.

આ સમાચારને શેર કરો