Placeholder canvas

ચોટીલા:રોડ ક્રોસ કરનારને બચાવવામાં મીની બસ પ્લટી જતા ગંભીર અકસ્માત સર્જાયો

બે પરિવારના ૧૬ સભ્યો મીની પેસેન્જર બસમાં દ્વારકા દર્શનાથે જતા હતા : એક વૃદ્ધ મહિલા સહિત છ ઇજાગ્રસ્ત લોકોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

ગત મોડી રાત્રે અમદાવાદ થી અંબિકા ટ્રાવેલ્સની મીની પેસેન્જર બસમાં એક બર પરિવારના ૨૦ જેટલા લોકો પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે બસ પલટી મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અમદાવાદથી વૈષ્ણવ – વણિક પરિવાર દ્વારકા દર્શનાથે જતો હતો તે સમયે ચોટીલા પાસે હાઇવે પર એક અજાણ્યો શખ્સ રસ્તા વચ્ચે આવી ગયો. વ્યક્તિ રોડ ક્રોસ કરતો હોવાનું અનુમાન છે. તે સમયે ડ્રાઈવરે તેને બચાવવાનો પ્રયત્ન કર્યો અને તે દરમ્યાન બસ પર કાબૂ ગુમાવતા, મીની પેસેન્જર બસ પલટી મારી ગઈ.

અમદાવાદના પરિવારમાંથી ૬ ઇજાગ્રસ્ત લોકોને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. ઉષાબેન દોશી (ઉ.વ.૭૦), સમર્થ શાહ, અંકિતા દર્શનભાઈ, રેખાબેન શાહ, સાહિલ દોશી, અને એક અજાણી વ્યક્તિને રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ ઉપરાંત ચોટીલા હોસ્પિટલમાં હિતેનકુમાર દોશી, જયેશભાઈ પરમાર, વિરમભાઇ શાહ, સંકેત જોશી નામના ઇજાગ્રસ્ત લોકો સારવાર લઈ રહ્યા છે. હાઇવે વચ્ચે મીની પેસેન્જર બસ પલટી મારી જતા રોડ બ્લોક થયો હતો, તેથી જેસીબી દ્વારા બસને ખસેડવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો