Placeholder canvas

આગાહી: ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદ તૂડી પડશે !!

સુરત અને દિવ આવીને અટકી ગયેલું ચોમાસુ સાત દિવસ બાદ ગતિમાં આવ્યું છે. ચોમાસુ રાજ્યના અન્ય વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે. રાજ્યના ૫૦થી વધુ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આણંદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી.

હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે અમદાવાદ, મહેસાણા, પાટણ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, કચ્છ, આણંદ, ભરૂચ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. પાંચ દિવસ અમદાવાદમાં વરસાદી માહોલ રહી શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે ૨૩-૨૪ જૂનના ભારે વરસાદ પડે તેની સંભાવના છે.

કયા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો?
સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. શુક્રવારે જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વડાલીમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

ઉત્તર ગુજરાતમાં પણ સતત બીજા દિવસે મેઘમહેર થઈ છે. મહેસાણા શહેરમાં તો મેઘરાજાની ધમાકેદાર એંટ્રી થઈ છે. એક કલાકમાં જ 3 ઈંચ વરસાદ ખાબકતા મહેસાણા શહેર જળબંબાકાર થયું હતું, નગરપાલિકાના પ્રી-મોનસૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે.

ગઈકાલે 4 કલાકમાં જ આણંદમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે આણંદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. બસ સ્ટેન્ડમાં પાણી ભરાવાના કારણે મુસાફરો પરેશાન થઈ ગયા હતા.

આ સમાચારને શેર કરો