Placeholder canvas

વાંકાનેરમાં વરસાદી વાતાવરણ, શહેરમાં વરસાદી ઝાપટુ પડ્યું

વાંકાનેર: આજે સવારથી વાંકાનેર શહેર પર વરસાદી વાતાવરણ જોવા મળતું હતું અને વાતાવરણમાં બફારો ઓછો થયો અને થોડી ઠંડક હતી, તેવામાં જ આશરે સવારે 9:45 વાગ્યે વરસાદનું ઝાપટુ પડયુ હતું. ત્યારબાદ પણ ઝરમર-ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો.

વાતાવરણ જોતા એવું લાગે કે વરસાદ ગમે ત્યારે તૂટી પડશે છેલ્લા કેટલાક દિવસથી ભારે બફારાનો સામનો લોકો કરી રહ્યા છે, ત્યારે આજના ઠંડા વાતાવરણથી લોકોએ હાશકારો અનુભવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાવાઝોડા દરમિયાન વાંકાનેરમાં વરસાદ પડ્યો હતો ત્યારબાદ કયારેક કયારેક વરસાદના ઝાપટા પડ્યા છે. આમ વાંકાનેરમાં હજુ વાવણીલાયક વરસાદ થયો નથી ત્યારે ખેડૂતો પણ હવે વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. કેમ કે ૧૫ જૂનથી ચોમાસુ બેસી જાય છે આ વર્ષે વહેલું ચોમાસું આવશે એવી ધારણા હતી પણ એવું થયું નથી ત્યારે આ મેહુલિયો રાજા કયારે રીજાશે એ જ પ્રશ્ન છે.

આજનું વાતાવરણ જોતાં એવું લાગે છે કે વાંકાનેરમાં ગમે ત્યારે વરસાદ તૂટી પડશે અને લોકોને બફારાથી છુટકારો મળશે તેમજ ખેડૂતોના હાશકારો અનુભવ છે.

મોરબી જિલ્લા સાથે સમગ્ર સૌરાષ્ટ્રના તાજા સમાચાર મેળવવા માટે કપ્તાન ન્યૂઝની એપ ડાઉનલોડ કરો

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો