Placeholder canvas

‘મહા’ વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયું, ભારે પવન સાથે વરસાદની આગાહી


રાજ્ય પરથી ‘ક્યાર’ વાવાઝોડાનું સંકટ ટળ્યું પરંતુ વધુ એક વાવાઝોડું રાજ્યના કાંઠે ત્રાટકે તેવી વકી

ગુજરાત રાજ્ય પર વધુ એક વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. રાજ્યના દરિયા કાંઠે આગામી 6-7 નવેમ્બરે ‘મહા’ વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આ બે દિવસો દરમિયાન રાજ્યમાં આ બે દિવસ દરમિયાન 60-70 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 6-7 નવેમ્બરે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. હાલમાં ‘મહા’ વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય છે અને તે દર 6 કલાકમાં 24 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. ‘મહા’ વાવાઝોડું પણ ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા હતી પરંતુ હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું આ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠાના વિસ્તારોને ધમરોળે તેવી વકી છે.

‘મહા’ વાવાઝોડું ત્રાટકવાની શક્યતાના પગલે દરિયો ગાંડોતુર બનશે અને તેથી હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. આ સાથે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રડાવે તેવી સંભાવના છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે ‘મહા’ વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં 2 નવેમ્બરે ભારે વરસાદની વકી છે. આ વાવાઝોડાની અસરના કારણે ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ અને નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. ‘

મહત્વપૂર્ણ છે કે 6 થી 7 નવેમ્બરના સૌરાષ્ટ્રના વેરાવળ દરિયા કિનારે ટકરાય તેવુ અનુમાન છે.જેના કારણે ગીર સોમનાથ, પોરબંદર,જામનગર, અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં અસર થય શકે છે.જેને લઈ સરકારને પણ એલર્ટ કરવામાં આવી છે.જોકે મહા વાવઝોડાના કારણે ગુજરાતના વાતવરણમાં તો પલટો રહેશે.સુરેન્દ્રનગર,રાજકોટ,બોટાદ,પોરબંદર,જુનાગઢ,અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ, મહિસાગર,પંચમહાલ,આણંદ, ખેડા,અમદાવાદ જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. તો આવતીકાલે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો