વાંકાનેર: સંકલ્પ ગૃપ દ્વારા આગામી રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ
વાંકાનેર : સંકલ્પ ગૃપ દ્વારા રવિવારે બંધુસમાજ દવાખાનામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી રક્તદાન કરવા વાંકાનેરના નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આ રક્તદાન કેમ્પનું આયોજન સંકલ્પ ગૃપના જતીનભાઈ રાવલ, કૌશલભાઈ પંડયા, ગોપાલભાઈ પંડયા, હનીફભાઈ પીપરવાડીયા, કલ્પેશભાઈ સેજપાલ, જગદીશભાઈ સાગઠીયા દ્વારા કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે 9228582693 નંબર પર સંપર્ક કરવો.