4 વર્ષની બાળકી પર પડોશી કિશોરે દુષ્કર્મ આચર્યાની પરિવારની રાવ

ગોંડલના ગોમટા ગામે રહેતા પરિવારની ચાર વર્ષની બાળકી પર પાડોશમાં જ રહેતા 17 વર્ષના શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે, એ ખેડૂત પરિવારની વાડીએ ઘઉં વાઢવાનું કામ ચાલતું હતું ત્યારે તેમના પતિ, સાસુ અને સસરા વાડીએ હતા, બાળકી અને તેની માતા ઘરે હતા, સાંજે પાંચેક વાગ્યાના અરસામાં પાડોશમાં રહેતો તીર્થક પણ બાળકીના પિતાની વાડીએ ગયો હતો અને ત્યાંથી બાળકીના પિતાનું બાઇક લઇને પરત આવ્યો હતો, પિતાનું બાઇક આવતા એ ચાર વર્ષની માસૂમ બાળકીને લાગ્યું હતું કે પપ્પા આવ્યા અને તેણે પોતાની માતા પાસે જઇને કહ્યું પપ્પાનું બાઇક આવ્યું, તે સાથે જ તે ઘરની બહાર નીકળતા પાડોશી 17 વર્ષના શખ્સે બાળકીને પોતાના ઘરે બોલાવી હતી.

બાળકી જ્યારે તેના ઘરે ગઇ ત્યારે એ 17 વર્ષના તરુણની માતા સાંજે વોકિંગમાં (ચાલવા) નીકળી હતી અને 20 મિનિટ પછી પોતાની ઘરે ગઇ હતી, અડધો કલાક બાદ એ શખ્સ બાળકીને તેની ઘરે મૂકી ગયો હતો, બાદમાં બાળકી લઘુશંકા કરવા જતાં તેના ગુપ્તભાગેથી લોહી પડવા લાગ્યું હતું, પુત્રીની સ્થિતિ જોઇ માતા સ્તબ્ધ થઇ ગઇ હતી, કશુંક અજુગતું થયાની તેને શંકા ઊઠતાં જ પુત્રીને વિશ્વાસમાં લઇને પૂછતા એ માસૂમે કાલીઘેલી ભાષામાં કહ્યું હતું કે, ભાઇએ મારા કપડાં કાઢી નાખ્યા હતા અને તેણે પણ પોતાનું પેન્ટ કાઢી ગુપ્ત ભાગે કૃત્ય કર્યું હતું.

બાળકીની વાત સાંભળી જનેતાના પગ નીચેથી ધરતી સરકી ગઇ હતી, તેણે ફોન કરીને પતિને બોલાવતા બાળકીના પિતાએ તે 17 વર્ષના શખ્સ અને તેની માતાને બોલાવતા શરૂઆતમાં તો તે શખ્સે કંઇ કર્યાનો ઇનકાર કર્યો હતો પરંતુ બાળકીના પિતાએ ફડાકો ઝીંકતા જ તેણે તે તમામ વાત કરી હતી જે બાળકીએ તેની માતાને કરી હતી. બાળકી અને અને તે નરાધમની વાત મળતી આવતી હતી અને બાળકીના ગુપ્તભાગે ઇજા થવાથી તેને ખૂબ જ લોહી પણ વહ્યું હતું.

મોડીસાંજે તે નરાધમનો પિતા ઘરે આવ્યો ત્યારે તેની પાસે બાળકીનો પિતા ગયો હતો અને તેણે તેના પુત્રના કરતૂતોની જાણ કરતા તેણે પણ પોતાના પુત્રને ફડાકો મારી રોષ ઠાલવ્યો હતો. જોકે બાદમાં તેણે પોલીસ ફરિયાદ ન થાય તે માટે નરાધમના પિતા હરેશે બાળકીના પિતા અને દાદાને ધમકાવવાનું શરૂ કર્યું હતું, એટલું જ નહીં પરેશના મોટા ભાઇ મહેશે પણ બાળકીના પરિવારજનોને ધમકાવ્યો હતો.

આ સમાચારને શેર કરો