skip to content

વાંકાનેર: જામસર ચોકડી પાસેથી 355 બોટલ દારૂ ભરેલી ઇકો ઝડપાઇ, ડ્રાઈવર ફરાર

વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી જામસર ચોકડીથી મકતાનપર જવાના રસ્તેથી વિદેશી દારૂની 355 બોટલ ભરેલી ઇકો કાર ઝડપી લીધી હતી. જો કે ઇકો કારનો ચાલક પોલીસને જોઈ કાર રેઢી મૂકી નાસી જતા આરોપીને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

મળેલી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસને જામસર ચોકડીથી મકતાનપર ગામ તરફ વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર પસાર થનાર હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવતા જીજે – 13 – AR – 2290 નંબરની કાર મળી આવતા કારમાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની 287 બોટલ કિંમત રૂપિયા 1,07,625 અને ઓલ સિઝન બ્રાન્ડ દારૂની 68 બોટલ કિંમત રૂપિયા 40,800 મળી આવી હતી.

જો કે, પોલીસને જોઈ કાર ચાલક નાસી જતા પોલીસે કાર નંબરના આધારે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી રૂપિયા 3 લાખની ઇકો કાર સહિત કુલ રુપુયા 4,48,425નો મૂળમાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ ફરિયાદ નોંધી છે.

આ સમાચારને શેર કરો