Placeholder canvas

વાંકાનેર: કિડઝલેન્ડ સ્કુલના 3 વિધાર્થીઓ ભૂતાનમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય યુથ ફેસ્ટિવલમાં સિલેક્ટ…

5 થી 8 ઓગસ્ટ દરમિયાન લખનઉ ખાતે યોજાયેલ યુથ્થ ફેસ્ટિવલમાં વાંકાનેરની કિડઝલેન્ડ સ્કૂલની ટીમ ભાગ લીધો હતો…

વાંકાનેર: વાંકાનેરની અંગ્રેજી માધ્યમ સ્કૂલ કિડઝલેન્ડ સ્કૂલના વિદ્યાર્થીઓ તારીખ 5 થી 8 ઓગસ્ટ દરમિયાન લખનઉ ખાતે યોજાયેલ… ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર, કાનૂની અભ્યાસ અને મનોવિજ્ઞાન માટે આંતરરાષ્ટ્રીય યુવા મહોઉત્સવમાં ભાગ લીધો હતો, અને હાલ તેઓ લખનઉ ખાતે જ છે.

આ આંતરરાષ્ટ્રીય ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર, કાનૂની અભ્યાસ અને મનોવિજ્ઞાનનો યુવા મહોઉત્સવ ઉત્તરપ્રદેશમાં સિટી મોન્ટેસરી સ્કૂલ, મહાનગર કેમ્પસ, લખનૌમાં યોજવામાં આવ્યો હતો. આ યુવા ઉત્સવમાં ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી.

આ લખનૌમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવમાં વાંકાનેરની કિડઝલેન્ડ સ્કુલની જે ટીમ ગઈ હતી તેમાંથી ત્રણ વિદ્યાર્થીઓ ભૂતાન જવા માટે સિલેક્ટ થયા છે. આ વિદ્યાર્થીઓ હવે ભૂતાનમાં ભારતનું પતિનિધિતવ કરીને વાંકાનેરનું ગૌરવ વધારશે… આ માટે તમામ વિદ્યાર્થીઓને અને કિડઝલેન્ડ સ્કૂલની ટીમને ખુબ ખુબ અભિનંદન…

વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સમાચાર મેળવવા માટે કપ્તાન ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવો.

કપ્તાન ન્યૂઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/C2s4anmJGlsLctUgK2jZiP

ચેમ્પિયન ટ્રોફી સાથે વિધાર્થીઓ અને સ્ટાફ…

આ સમાચારને શેર કરો